Monday, March 16, 2026

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાના “સંવેદના દિવસ” નિમિત્તે ‘સેવા સેતુ’ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા

Advertisement
Advertisement
Advertisement

• મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ ખાતેથી સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત કોરોના મહામારીમાં કોઈપણ એક વાલી ગુમાવનાર બાળકોને મહિને રૂ. ૨,૦૦૦ ની સહાય સીધી જ બેંકમાં જમા કરવાના સેવા યજ્ઞનો પ્રારંભ

રાજકોટમાં મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ખાનગી શાળામાં અભ્યાસ માટે રૂપિયા ૫૦ હજાર સુધીની સહાય ચૂકવવાના જેએમ ફાઇનાન્સ અને રાજ્ય સરકાર વચ્ચે સેવાકીય એમઓયુ થયા

ગંગાદાસ સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો મુખ્ય મંત્રીના હસ્તે પ્રારંભ: બહેનોને સમાજની મુખ્ય ધારામાં જોડવા રૂપિયા ૫૦ હજારની સહાય અપાશે

રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાની સગવડતા અંગેની મોબાઇલ એપનું લોન્ચિંગ
સેવા સેતુ અને રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના સહાય અને લાભો લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે કોરોના વૉરિયર્સનું સન્માન, ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત બાળકોને સહાય, વ્હાલી દીકરી યોજના હેઠળ સહાય,વિચરતી જાતિને પ્લોટ ફાળવણી સનદ,ગંગા સ્વરૂપા આર્થિક સહાય, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના,સાત ફેરા સમૂહ લગ્ન હેઠળ સહાય,પાલક-પિતા યોજના સહાય,મોબાઈલ રિપેરિંગ સહાય, દિવ્યાંગ સહાય, કોરોના વૉરિયર્સના પરિવારના સભ્યને રૂ.25 લાખની ચેક સહાય સહિત અંદાજે કુલ રૂ.4.75 કરોડની સહાય ચૂકવાઇ હતી.

રાજ્યભરમાં સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ- સહાય અપાઇ  હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે સેવા સેતુ હેઠળ યોજાયેલ વિવિધ હેલ્પ ડેસ્કની મુલાકાત કરીને અપાતી વિવિધ 57 જેટલી સેવાઓની માહિતી મેળવી લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે રાજકોપ ખાતે મેયર ડૉ.પ્રદિપ ડવ,સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કૈલાશનાથન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, સચિવ નિરાલા, કલેકટર અરુણ મહેશ બાબુ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી રાજકોટ શહેર જિલ્લા શહેરના  પદાધિકારીઓ- અધિકારીઓ, આગેવાનઓ, કોર્પોરેટરો અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,597,801

TRENDING NOW