Wednesday, May 7, 2025

માળીયા-હળવદ હાઇવે રોડ પર એસ.ટી.બસ.અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: માળીયા-હળવદ હાઈવે રોડ પર એસ.ટી.બસ.અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એસટી ડ્રાઈવરે ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.


મળતી માહિતી મુજબ ગત તા. ૫નાં રોજ રાત્રે પોણા નવેક વાગ્યાનાં સુમારે માળીયા-હળવદ હાઈવે રોડ પર ટ્રક ટેઈલર નં. GJ-12-BT-3858નાં ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી એસ.ટી.બસ નં. GJ-18-Z-3183 સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો જેમાં એસ.ટી.બસમાં નુકસાની પહોંચી હતી. અકસ્માતનાં બનાવ અંગે એસ.ટી બસનાં ડ્રાઈવર ભરતસિંહ સોમાભાઈ ડામોરએ આરોપી ટ્રક ચાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW