માળીયા ના કાજરડા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા.
માળિયા (મી) તાલુકાના કાજરડા ગામ પાસે આવેલ તાજમામદભાઈ આમદભાઇ મોવરના ખેતર પાસે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના કાજરડા ગામ પાસે આવેલ તાજમામદભાઈ આમદભાઇ મોવરના ખેતર પાસે તીનપત્તીનો જુગાર રમતા આરોપી સલીમભાઈ દાઉદભાઈ મોવર રહે. કાજરડા ગામ તા.માળીયા મીં., આલમભાઈ મહમદભાઈ મોવર, રહે.જીન વિસ્તાર વિસીપરા મોરબી, કાદરભાઈ હાસમભાઈ સખૈયા રહે.માળીયા મીં. રાખોડીયા વાંઢ તા.માળીયા મીં. વાળાને રોકડ રકમ રૂ.૬૩૭૦૦ નાં મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.