માળીયામિંયાણા
તા.૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨
માળીયામિંયાણાના વેજલપર ગામે દેવ સરોવર તળાવમાં આવેલા નવા નીરના ગ્રામજનોએ વધામણા કર્યા

વેજલપર દેવ સરોવર તળાવ મુશળધાર વરસાદથી એક કલાકમાં ઓવરફલો દિકરીઓએ સામૈયા કરીને ઢોલના તાલે જળ પુજા કરીને ગ્રામજનોએ નવાનીરને વધાવ્યા

માળીયામિંયાણાના વેજલપર ગામનુ દેવ સરોવર તળાવ તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદથી પાણીની તોતિંગ આવકથી માત્ર એક જ કલાકમાં ઓવરફલો થઈ ગયું હતું જે નવા નીરને ઢોલના તાલે સામૈયા પુજનવિધિ કરીને વધામણા કર્યા હતા માળીયા તાલુકાના વેજલપર ગામે તાજેતરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી વેજલપર ગામનુ તળાવ એકજ કલાકમાં ઓવરફલો થઈ ગયુ હતુ જેથી વેજલપર ગામે દેવ સરોવર નામના તળાવમાં આવેલા નવાનીરને વધાવવા વેજલપર ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ તેમજ પંચાયત સભ્યો સાથે ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમા સરપંચ હરેશ કૈલા સાથે પંચાયત સભ્યોના હસ્તે શ્રીફળ વિધિ સાથે જળ પુજા કરી નવાનીરના વધામણા કર્યા હતા જેમા વેજલપર ગ્રામ પંચાયત સરપંચ હરેશ કૈલા ઉપસરપંચ ગણેશભાઈ ઝીંઝુવાડીયા તેમજ સભ્યો રણજીતસિંહ રાઠોડ કૌશિક કૈલા પ્રાણજીવન કૈલા સહીત ગામના અગ્રણી આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા આ સમ્રગ વિધિમાં વેજલપર ગામના મહારાજ પ્રવિણભાઈ દવે દ્વારા પુજનવિધિ કરાવી જળ પુજન સાથે શ્રીફળ અર્પણ કરી નવાનીરને ફુલોથી વધાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છેકે દેવ સરોવર તળાવના કાંઠે કુદરતી સૌંદર્યની સાથે રમણીય નજારો જોવા મળે છે જે છેલ્લા ત્રણેક વર્ષથી ખાલીખમ હોય આ વર્ષે ભાદરવાના છેલ્લા રાઉન્ડમાં મેઘરાજા મનમુકી વરસતા મુશળધાર ભારે વરસાદથી તળાવ ઓવરફલો થઈ જતા ગ્રામજનોમાં ખુશી છવાઈ ગઈ હતી જે નવાનીરને ગ્રામજનોએ ઢોલના તાલે વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી આ તળાવની ખાસીયત એ છેકે દેવ સરોવર નામ આપી અહી દેવોનો વાસ થાય તે રીતે તળાવને સ્વચ્છ સુંદર અને વૃક્ષોથી ભરપુર રાખવા માટે ગ્રામજનો ખાસી જહેમત ઉઠાવી રહ્યા છે જેમા કપડા ધોવા સહીતનો પ્રતિબંધ હોય વર્ષ દરમિયાન પીવા માટે અમુલ્ય શુધ્ધ પાણી ગ્રામજનોને મળી રહે છે સાથે કુદરતી સૌંદર્ય પણ જળવાઈ રહે છે જે બહારથી આવતા લોકોનુ ખાસ આકર્ષણ જમાવે છે જેથી વર્ષો વર્ષની જેમ આ વર્ષે દેવ સરોવરમાં આવેલા નવા નીરને ખુશી ખુશી વધાવી નાની બાળાઓએ સામૈયા કરીને ઢોલના તાલે તળાવમાં આવેલા નવાનીરને વધાવી વર્ષોજુની પરંપરા જાળવી રાખી હતી





