માળીયા (મી) તાલુકાના કુંભારીયા અને વેણાસર ગામની વચ્ચે આવેલ કેનાલ ઉપર ખુલ્લા પટમા તીનપત્તીનો જુગાર રમતા ૩ ઈસમોનેં પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય ૩ ઈસમો નાશી છુટતા માળીયા (મી) પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના કુંભારીયા અને વેણાસર ગામની વચ્ચે આવેલ કેનાલ ઉપર ખુલ્લા પટમા તીનપત્તીનો જુગાર રમતા ઇસમો ચંદુલાલ બચુભાઈ ધામેચા,કીશોરભાઈ હરજીભાઈ મેવાળા, બળદેવભાઈ રાણાભાઇ સીસણોદા (રહે. ત્રણે ખાખરેચી ખાદીવસાવત પ્લોટ તા- માળીયા (મી) નેં પોલીસે પકડી પાડેલ છે. જ્યારે અન્ય ત્રણ શખ્સો ત્રિકમભાઈ રામજીભાઈ પંચાસરા (રહે. કુંભારીયા), સંજયભાઇ સોંડાભાઈ ઠાકોર (રહે. ખાખરેચી), અનિલભાઈ ભુદરભાઈ મોરતરીયા( રહે. કુંભારીયા) સ્થળ પરથી નાશી છુટતા માળીયા (મી) પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. તેમજ સ્થળ પરથી રોકડ રકમ રૂ.૧૧,૬૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.