માળીયાના સરવડ ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા; 1.47 લાખના મતામાલની ચોરી
માળીયા: માળિયા (મી) તાલુકાના સરવડ ગામે રહેણાંક મકાનમાંથી તસ્કરો રોકડ રૂ.૨૭૦૦૦ તથા ૧,૨૦,૦૦૦ ના સોનાનાના દાગીના મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૦૦ ના મતામાલની ચોરી કોઈ અજાણ્યા ઇસમો કરી ગયા હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા અમ્રુતલાલએ છગનલાલ લોદરીયા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.ગત તા.૨૮-૧૨-૨૦૨૨ ના રોજ રાત્રીના કોઈપણ સમયે ફરીયાદી તથા સાહેદના મકાનમા રાખેલ લાકડાનો કબાટ તોડી ફરીયાદીના કબાટમા રાખેલ રોકડા રૂપીયા- ૨૭,૦૦૦/- તથા સોના દાગીના રૂ..૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂપીયા-૧,૪૭,૦૦૦/- ની કોઇ અજાણ્યા ઇસમો રાત્રીના સમયે ફરીયાદીના રહેણાંક મકાનમા પ્રવેશ કરી ઘરફોડ ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનાર અમ્રુતલાલે આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા આઇપીસી કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.