માળીયાના વિશાલનગર ગામે જર્જરિત હાલતમાં રહેલ વિજપોલ બદલાવા રજૂઆત કરાઈ

મોરબી: માળીયા તાલુકાના વિશાલનગર (નવું સુલાતનપુર) ગામે રહેતા વિડજા ભાવેશભાઈ અશોકભાઈએ પીપળીયા ચાર રસ્તા પાસેની પીજીવીસીએલ કચેરીમાં રજુઆત કરી હતી કે, માળિયા તાલુકાની સુલાતાનપુર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વાર લેખીત રજુઆત કરવામાં આવી તેમ છતાં કોઈ આજદીન સુધી નિરાકરણ આવેલ નથી . સુલાતાનપુર ગામના વિશાલનગર ગામે ( નવુ. સુલતાનપુર) ચારથી પાંચ વિજપોલ અતી જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી વિજપોલ ઉપર ચડાય એવી સ્થિતિ નથી આખા પોલ ફાટી ગયા છે.ઘણા સમયથી વિજપોલ જોખમી હોય અને આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા ફરી રજુઆત કરીને આ દસ દિવસમાં જર્જરિત વિજપોલ બદલવામાં નહિ આવે તો ઉચ્ચકક્ષાએ ગાંધીનગર સુધી રજુઆત કરવામા આવશે તેવુ જણાવવામાં આવ્યું છે.






