સમગ્ર રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે માળિયાના બગસરા ગામે પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
માળીયા તાલુકાના બગસરા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નીરાલીબેન ભાટીયા, નવઘણભાઈ વકાતર, વિજયભાઈ ગજીયા, રામસિંહભાઈ નકુમ, સ્કુલના શિક્ષકો, ગામવાસીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


