ખાખરેચી આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કેસ વધતા જણાતા ખાખરેચી પીએચસીમાં વધુ કોરોના રેપીડ કીટ ફાળવવા જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયાએ કરી રજુઆત
માળીયામિંયાણાના ખાખરેચી પીએચસી કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની ભીડ વચ્ચે કોરોના રેપીડ ટેસ્ટ ખુટી પડતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાખરેચી અને આસપાસના ગામોમાં દરરોજ કોરોના પોઝીટીવ કેસ વધતા જણાતા ખાખરેચી પીએચસીમાં મોરબી જીલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયાએ વધુ રેપીડ ટેસ્ટ કીટ ફાળવવા રજુઆત કરેલ છે.
હાલ સમ્રગ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ગુજરાત પણ બાકાત નથી રહ્યુ. જેમાં મોરબી જિલ્લામાં કોરોના પોઝીટીવનો ગ્રાફ ઉચો જતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ દસ્તક દેતા અનેક ગામડાઓ કોરોનાની ઝપટે ચડી ગયા છે. ત્યારે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે. જેમા ખાખરેચી અને આસપાસના ગામડાઓમાં કોરોના કેસો વધતા ખાખરેચી પીએચસી લગતા ગામડાઓના દર્દીઓ ખાખરેચી સરકારી હોસ્પિટલમાં ચેકએપ માટે આવતા ઘસારો જોવા મળી રહ્યો છે. જ્યા કોરોના રેપીડ ટેસ્ટ ખુટી પડતા આજરોજ ખાખરેચીમાં વધુ ૧૫ કેસ આવતા અને ઘણા દર્દીઓ ટેસ્ટ વિના જ પરત ફરતા કોરોના ટેસ્ટ માટેની કીટ વધુ ફાળવવા ખાખરેચી ગામના અને ૯ જીલ્લા પંચાયત સદસ્ય મહેશ પારજીયાએ દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે વધુ રેપીડ કોરોના ટેસ્ટ કીટ ફાળવવા જિલ્લા પંચાયત પ્રમુખ અને આરોગ્ય વિભાગના અધિકારીને રજુઆત કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ખાખરેચી આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ટેસ્ટ માટે લાગતી લાઈનો અને અપુરતા ટેસ્ટ કીટને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે જેથી રેપીડ ટેસ્ટનો પુરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તેવી રજુઆતની સાથે વધુમાં મહેશ પારજીયાએ જણાવ્યુ હતુ કે આજે તેઓ પણ કોરોનાની ઝપટે ચડી જતા તેમનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા ખાખરેચી ગામમાં વધતા જતા કેસોથી લોકોને જાગૃત રહેવા માસ્ક સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કામ વિના બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરી હતી.
