માળિયા: હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ ખાતે મકરસંક્રાંતિની વિદ્યાથીઓ સાથે ઉજવણી કરાઇ
સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા આગળ રહેતું દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર શંક્રાંતની ઉજવણી રંગે ચંગે કરાઈ હતી. જેમાં માળિયા (મી.) તાલુકાના, હરીપર ગામની શાળાના ૬૦ જેટલા વિદ્યાર્થીઓને આ પર્વની ઉજવણી માટે આમંત્રિત કરાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ પતંગ ઉડાવી મજા માણી હતી તેમજ ચીક્કી અને મમરાના લાડવાનો આનંદ લીધો હતો.તદઉપરાંત આ પર્વની મજા વધારા વિદ્યાર્થીઓ માટે રમત ગમત સહિત ઘણી સ્પર્ધા નું પણ આયોજન કરાયું હતું. જેમાં વિવિધ પ્રકારની વ્યક્તિગત તથા ગ્રુપ રમતો રમાડવામાં આવી હતી, અને તેમાં વિજય થયેલા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા હતા.
આ પર્વની ઉજવણી બદલ હરીપર શાળાના શિક્ષક તથા વિદ્યાર્થીઓ દ્વારા દેવ સોલ્ટનો અભાર વ્યક્ત કરાયો હતો.
આ કાર્યક્રમને સફળ બનવા માટે કંપનીના સિનિયર અધિકારી વિવેક ધ્રુણા એ જેહમત ઉઠાવી હતી, જેમાં કંપનીના અધિકારી ભુપતસિંહ જાડેજા, અબેદીન જેડા, રમજાન જેડા, જલાભાઇ ડાંગર અને સામંત સવસેટા હાજર રહ્યા હતા.
રિપોર્ટર
મયંક દેવમુરારી