માળીયા (મિં) : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ મોરબી જીલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને માળીયા તાલુકાના ભાજપના કિશાન મોરચો, યુવા મોરચો, મહિલા મોરચાના પ્રમુખ તથા મહામંત્રીની નિમણુંક કરવામાં આવી છે.
જેમાં માળીયા તાલુકા ભાજપના કિશાન મોરચાના પ્રમુખ તરીકે નિલેશભાઈ સંઘાણી અને મહામંત્રી નાથાભાઈ ડાંગર જયારે યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા અને મહામંત્રી વિપુલભાઈ મંઢ તેમજ મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન સોલંકી અને મહામંત્રી વંદનાબેન કેતનભાઈ વિડજાની નિમણુંક કરવામાં આવી છે.
