માળિયા (મિં)માંથી ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનવટનો દેશી તમંચા (બંદુક) સાથે એક શખ્સને માળીયા (મિં) પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના આધારે અને ડીવાયએસપી રાધિકા ભારાઇ તથા સી.પી.આઇ.મોરબી બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસોને મળેલ બાતમી આધારે પોલીસ સ્ટેશન વિસ્તારના માળીયા મી. વાડા વિસ્તાર મેઇન શેરીમાં આરોપી વલીમામદ ઉર્ફે સનડો કરીમભાઇ મોવર (રહે મોટા ચોક, ગેબનશા પીરની દરગાહની બાજુમા, માળીયા)ના નેફામાથી ગે.કા સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તર્મચો(બંદુક) (કિંમત.રૂ.5000) તથા એક જીવતો કાર્ટીઝ (કિંમત રૂ.50) મળી આવતા આરોપીની અટકાયત કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા પો.હેડ.કોન્સ અજીતસિંહ લક્ષમણસિંહ પરમાર તથા ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા તથા પો.કોન્સ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા વિગેરે જોડાયા હતા.