Tuesday, March 10, 2026

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

માળિયા (મીં.) તાલુકાના શિક્ષકોમાં રહેલી એકતા, સહકાર અને ખેલદિલીની ભાવનાને ઉજાગર કરવાના શુભ આશયથી માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના શિક્ષકોની બે દિવસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટમાં માળીયાની વિવિધ તાલુકા શાળાની કુલ 9 ટિમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વેજલપર અને ઘાટીલા તાલુકા શાળાની સંયુક્ત ટિમ “સુપર સ્ટાર ઇલેવન” વિજેતા બની હતી તેમજ વવાણીયા અને ભાવપર તાલુકા શાળાની સંયુક્ત ટિમ “યંગ સ્ટાર ઇલેવન” રનર્સ અપ રહી હતી. આ બંને ટીમોને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે ટુર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન તરીકે રવિભાઈ ધ્રાંગા, બેસ્ટ બોલર તરીકે ચંદુભાઈ તાવીયા તેમજ મેન ઓફ ધ સિરીઝ થયેલા વિજય પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, મોરબી જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠોડ, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, માળીયાના બી.આર.સી. નરેન્દ્રભાઈ નિરંજની તેમજ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી હસુભાઈ વરસડા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ પ્રતિનિધિ, માળીયાની તમામ તાલુકા શાળાના આચાર્યોએ જહેમત ઉઠાવી હતી અને ખાસ આ ટુર્નામેન્ટનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું તે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના સુરેશભાઈ ડાંગરનો તેમજ સાથ અને સહકાર આપનાર અન્ય તમામ લોકોનો આયોજકોએ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,595,264

TRENDING NOW