માળિયા (મિં): રાજય સરકારની સૂચના મુજબ સમગ્ર ગુજરાત રાજયમાં ન્યુમોનિયા ન્યુમોકોકલ વેકસીન(PCV) આપવાની કામગીરીનો શુભારંભ થવાનો હોય જેમના અનુસંધાને માળિયા તાલુકામાં પણ રાજય સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ આગામી તા.૨૦/૧૦/૨૦૨૧ ને બુધવારના રોજ થી ન્યુમોકોકલ વેકસીન (PCV) આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે, અને ત્યાર પછીના તમામ મમતા દિવસમાં આ રસીનો રૂટીન રસીકરણમાં સમાવેશ કરવામાં આવશે.
ન્યુમોનિયા રોગ એક વ્યકિતથી બીજી વ્યકિત સુધી શ્વાસોચ્છવાસ દ્વારા ફેલાય છે (જેમકે ખાંસી અથવા છીક ખાવાથી). ન્યોમોકોકલ રોગ લોકોમાં સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા છે. તે ન્યુમોકોકલ ન્યુમોનિયાનું સૌથી મુખ્ય કારણ છે. ન્યુમોકોકલ વેકસીન (PCV) છ અઠવાડિયાની ઉંમરથી જયારે શીશુઓને રોગોનું જોખમ સૌથી વધારે હોય છે તે સમયથી બાળકોની રક્ષા કરે છે.આ રસી ન્યુમોકોકલ રોગના સૌથી ગંભીર પ્રકાર જેવા કે ન્યુમોનિયા,મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા વિરુદ્ધ રક્ષા કરે છે. માટે બાળકોને આ ન્યુમોકોકલ વેકસીન (PCV) નો ૬ અઠવાડિયાની ઉમરે દોઢ માસ) પ્રથમ ડોઝ, ૧૪ અવાડિયાની ઉંમરે સાડા ત્રણમાસ) બીજો ડોઝ તથા ૯ મહિનાની ઉંમરે બુસ્ટર ડોઝ આપવામાં આવશે. અને આવા ગંભીર રોગ સામે રક્ષણ આપવામાં આવશે.
ન્યુમોકોકલ વેકસીન (PCV)નો સ્ટોક મોરબી જિલ્લા આવી ગયેલ છે. અને આગામી તા. ૨૦/૧૦/૨૦૨૧ ને બુધવારના રોજથી માળિયા તાલુકાના ૬ અઠવાડિયા (દોઢ માસ)ની ઉંમર ધરાવતા બાળકોને આ રસીનો પ્રથમ ડોઝ આપવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવશે. જેથી ન્યુમોકોકલ વેકસીન (PCV) માટે યોગ્ય ઉમર ધરાવતા બાળકોને ન્યુમોકોકલ વેકસીન (PCV) અપાવી ન્યુમોકોકલ રોગના સૌથી ગંભીર પ્રકાર ન્યુમોનિયા,મેનિન્જાઈટીસ અને બેકટેરેમિયા જેવા રોગો સામે રક્ષણ અપાવવા માળિયા તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી.જી.બાવરવા દ્વારા માળિયા તાલુકાના બાળકોના વાલીઓ ને નમ્ર અપીલ કરે છે.