માળિયાના ગ્રામ્ય પંથકમાં સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરતાં ફરિયાદ નોંધાઈ.
માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની ૧૬ વર્ષ અને 5મહિના ઉંમરની સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરનાર શખ્સ વિરૂદ્ધ સગીરા ના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મુજબ માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની 16 વર્ષ અને 5મહિના ઉંમરની સગીરાનું લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે આરોપી વિજયભાઈ મગનભાઈ સામાણી રહે. વવાણીયા ગામ તા.માળીયા જી. મોરબી નામના શખ્સે અપહરણ કરી જતા સગીરાના પિતા દ્વારા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.