Friday, June 26, 2026

માટેલિયા ધરા નજીકથી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

માટેલિયા ધરા નજીકથી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે માટેલીયા ધરા નજીકથી એક કારમાંથી 24 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે ઉપરાંત તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે વોચ ગોઠવી માટેલ ગામે આવેલ પ્રસિદ્ધ માટેલિયા ધરા નજીકના પુલ પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલ હ્યુન્ડાઇ આઈ ટવેન્ટી કારને અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી મુકુંદભાઈ બાબુભાઇ શ્રીમાળી રહે.થાનગઢ, સુરેન્દ્રનગર વાળાના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 9000 મળી આવતા પોલીસે રૂપિયા 3 લાખની કાર સહિત 3.09 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,391

TRENDING NOW