Tuesday, March 10, 2026

મહેન્દ્રનગર ગામ નજીક મારી સાથે પૈસાથી ગંજીપતા રમો, કહીને રિક્ષા ચાલકે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના મહેન્દ્રનગર નજીક ખોટું ગંજીપતે રમી રહેલા લોકો પાસે આવીને રિક્ષાચાલકે મારી સાથે પૈસાથી ગંજીપતે રમો કહીને યુવાને છરી મારી લીધી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે યુવકે ફરિયાદ નોંધાવી છે.

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ સમર્પણ હોસ્પિટલ પાછળ નરવતભાઇ નાયક તથા અન્ય લોકો ગંજીપત્તાથી મીડી કોટ રમી રહ્યા હતા. તે વેળાએ અજાણ્યા રિક્ષાચાલકે આવીને પૈસાથી મારે રમવું છે તેમ કહ્યું હતું. જોકે નરવતભાઈ ખાલી ખાલી રમતા હોવાનું કહેતા રિક્ષા ચાલકે નરવતભાઈને છરી ઝીંકી દીધી હતી. જેથી નરવતભાઇને ઈજા પહોચી હતી. આ બનાવ અંગે અજાણ્યા રિક્ષાચાલક વિરૂધ નરવતભાઈ રામસિંગભાઈ નાયક (રહે.આંગળીયા તા.જી.ગોધરા હાલ. પ્રભુકૃપા ટાઉનશીપની બાંધકામ સાઈટ પર મોરબી)એ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Related Articles

Total Website visit

1,595,220

TRENDING NOW