મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા વિશ્વ ના ૧૯૩ દેશોના રાષ્ટ્ર ધ્વજ નું પ્રદર્શન તીરંગા સાથે વસંત કુંવર બા હાઈ સ્કૂલ ખાતે ગાંધીનગર ખાતે સૌ પ્રથમ વાર ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રે બલ ટ્રસ્ટ ના ઉપક્રમે મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે તીરંગા પ્રદર્શન વિશ્વના ૧૯૩ દેશોના રાષ્ટ્ર ધ્વજ નું પ્રદર્શન વસંત કુંવર બા હાઈ સ્કૂલ સેક્ટર ૨૮ ખાતે સવારે ૮ વાગ્યે પ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા યોજવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ ની શરૂઆત સરસ્વતી વંદના પછી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં ડૉ પટેલ અધ્યક્ષ દ્વારા અતિથિ ઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે શ્રી કશ્યપ નિમાવત, તંત્રી શ્રી તસવીરએ ગાંધીનગર ન્યૂઝ ચેનલ, અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર સાહિત્ય સભા ના પ્રમુખ શ્રી સંજય થોરાત રાષ્ટ્ર પ્રેમી, ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ ના પૂર્વ પ્રમુખ રાધેશ્યામ ભાઇ યાદવ, શ્રી પ્રગના બેન ત્રિવેદી ઇન્ચાર્જ આચાર્ય, મહેન્દ્ર ભાઇ ચૌહાણ સહ સચિવ કાંતિ ભાઇ પટેલ એડવોકેટ કોષાધ્યક્ષ, પ્રવિણભાઇ રામી, નિમેશ ચૌહાણ શ્રીમતી વિમલા બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમ માં શાળા ના આચાર્યા પ્રગના બેન યાજ્ઞિક દ્વારા ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર નું તથા તમામ અતિથિ ઓ નું પુષ્પ ગૂંચછ આપી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમ માં શાહપુર સ્કૂલ ના આચાર્ય અશ્વિનભાઇ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં સંજય થોરાત, કશ્યપ નિમાવત, શ્રી રાધેશ્યામ યાદવ મહેન્દ્ર ભાઇ ચૌહાણ અને શાળા ના આચાર્ય પ્રગના બેન યાજ્ઞિક દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ વિધાર્થીઓ દ્વારા ભારત ના તીરંગા સાથે વિશ્વ ના ૧૯૩ દેશોના રાષ્ટ્ર ધ્વજ પ્રદર્શિત કરવા મા આવ્યા. વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીત સમૂહ ગાન કરી વિશ્વ ના ૧૯૩ દેશોના રાષ્ટ્ર ધ્વજ સાથે ભારત ના તીરંગા ને સન્માન આપવામાં આવ્યું
આ રાષ્ટ્ર ધ્વજ સુરજ બા મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રમુખ ગોવિંદ ભાઇ પટેલ( હાલ કેલિફોર્નિયા) ગામ જેસરવા પેટલાદ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી આ પ્રસંગે ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાળકોને સંસ્થા દ્વારા ચોકલેટ નું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું
અંતમાં કાંતિભાઈ પટેલ એડવોકેટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતમાં રાષ્ટ્ર ગીત જન ગણ મન સમૂહ ગાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો


ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર Mo 8849794377





