Tuesday, March 10, 2026

મકનસર ગામે સ્મશાનની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મકનસર ગામે સ્મશાનની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા.

મોરબી તાલુકાના મકનસર ગામે સ્મશાનની પાછળ જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે સ્મશાનની પાછળ તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ધીરજભાઇ ડાયાભાઇ પરમાર, રાજેશભાઇ જમનભાઇ પરમાર, જેરામભાઇ રાણાભાઇ સોલંકી, દિનેશભાઇ રવજીભાઇ પરમાર, હમીરભાઇ કુબેરભાઇ પરમાર, પ્રદિપ જહરનાથ પાન રહે. બધા મકનસર, તા.જી.મોરબીવાળને રોકડ રકમ રૂ.૨૮૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,224

TRENDING NOW