મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ટ્રેક્ટર માં બેસવા જેવી બાબતે યુવાને ધક્કો મારી નીચે પાડી દઈ આરોપી દ્વારા તેમના પર ટેકટર ફેરવી દેવામાં આવ્યું હોય ત્યારે સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી ગોરધનભાઈ સોમાભાઈ મકવાણા ના ટ્રેક્ટર મ આરોપી તથા ફરિયાદી નો દીકરો પ્રકાશ તથા બે અજાણ્યા વ્યક્તિઓ બેઠેલ હોય ત્યારે ટ્રેક્ટર પર બેઠેલ બે અજાણ્યા ઈસમો એ ફરિયાદીના પુત્ર પ્રકાશને ધક્કો મારી નીચે પાડી દીધેલ ત્યારબાદ ગોરધનભાઈ દ્વારા તેમના પર ટેકટર ફેરવી દેવામાં આવ્યું હોય ત્યારે સારવાર દરમિયાન યુવાન નું મોત નીપજ્યું હોય ત્યારે આ બાબતે તાલુકા પોલીસે ફરિયાદી તેમ જ બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે