Saturday, June 20, 2026

ભુજ તાલુકાના બળદિયા-ભારાપરનો બિસમાર માર્ગ જોખમી.

Advertisement
Advertisement
Advertisement

ભુજ તાલુકાના બળદિયા-ભારાપરનો બિસમાર માર્ગ જોખમી.

ભુજ તાલુકાના બળદિયાથી ભારાપરને જોડતા માર્ગની હાલત છેલ્લા બે વર્ષથી અતિ બિસમાર બનતાં વાહનચાલકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. યુવા ભાજપના સભ્ય અને ઝરપરાના જાગૃત નાગરિક હરિભાઈ ગઢવીએ કચવાટ સાથે રજૂઆત કરતાં કહ્યું કે, રસ્તાની સ્થિતિ એટલી તો ખરાબ થઈ ગઈ છે કે, આ રોડ હવે અકસ્માત ઝોનમાં ફેરવાઈ રહ્યો છે. શ્રી ગઢવીએ કરેલી રજૂઆતમાં જણાવ્યાનુસાર છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી બળદિયા-ભારાપર માર્ગની હાલત અતિ જર્જરિત બની ગઈ છે કે નાના-મોટા અકસ્માતની ઘટના ઘટવી રોજિંદી બની ગઈ છે. રોડમાં મોટા-મોટા ખાડા પડી ગયા છે. તો રોડની સાઈડમાં માટી પૂરાણનું કામ પણ કરાયું ન હોવાનાં કારણે કયારેક વાહનો રસ્તાની સાઈડમાં ઊતરી જાય છે ત્યારે વાહનચાલકોને મોટી આર્થિક નુકસાની ખમવાનો વારો આવે છે. રોડની આ હાલત અંગે પ્રજાકીય પ્રતિનિધિઓનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સમારકામ કરવા તરફ રીતસરનું દુર્લક્ષ્ય જ દેખાડવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,608,856

TRENDING NOW