ભીમસર ચોકડી નજીકથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સ ઝડપાયો.
મોરબી માળિયા હાઇવે પર ભીમસર ચોકડી નજીક એસઓજી દ્વારા એક શખ્સને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – માળીયા હાઇવે ઉપર ભીમસર ચોકડી નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ મોરબી દ્વારા બાતમીને આધારે હરિપર ગામના ચાની હોટલના ધંધાર્થી શેરમામદ ગુલમામદ જામ ઉ.25 નામના યુવાનને રૂપિયા 5000ની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.





