Sunday, March 8, 2026

ભાવનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપતા ફરાર આરોપીને મોરબી એલસીબીએ દબોચ્યો

Advertisement
Advertisement
Advertisement

માળીયા : ભાવનગર જીલ્લાના હત્યા કેસમાં રાજકોટ જીલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપતો આરોપી પેરોલ ઉપર છૂટ્યા બાદ છેલ્લા ત્રણેક માસથી જેલમાં પરત નહીં ફરતા મોરબી એલસીબી ટીમે આ કેદીને માળીયાના ખીરઈ ગામેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હોય તે દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે, ભાવનગર હત્યા કેસનો પાકા કામનો કેદી સોયેબ હૈદર જેડા તા. 24/11/2021 ના રોજ 14 દિવસની ફર્લો રજા ઉપર છુટયા બાદ તા. 09/12/2021 ના રોજ જીલ્લા જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હતું પરંતુ આ આરોપી જેલમાં હાજર ન થઈને હાલમાં માળીયા તાલુકાના ખીરઈ ગામે હોવાની બાતમી મળી હતી જેને પગલે એલસીબી ટીમે સોયેબ હૈદર જેડાને ખીરઈ ગામેથી ઝડપી પાડીને રાજકોટ જીલ્લા જેલ ખાતે આગળની સજા કાપવા અર્થે સોંપી દીધો હતો.

Related Articles

Total Website visit

1,595,096

TRENDING NOW