(અહેવાલ: જયેશ બોખાણી)
ભાવનગર: કોરોના કહેરે વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી હતી. ત્યારે કોરોના મહામારીમાં રાત-દિવસ ફરજ બજાવતા ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થઈને મોતને ભેટ્યા હતા.
ત્યારે કોરોના સામેની જંગમાં છેલ્લા 20-25 દિવસથી અમદાવાદની એપીક હોસ્પીટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ડો. ઈશાણી આજે કોરોના સામે લડતા લડતા આજે અમદાવાદ ખાતે તેમનું દુખદ નિધન થયું છે. ત્યારે ભાવનગર શહેરના જેલ રોડ પર સામવૈદ કોમ્પલેક્ષમાં હોસ્પીટલ ધરાવતા ડો. ઈશાણીના દુખદ અવસાનથી ડોક્ટરોમાં પણ દુખની લાગણી પ્રસરી છે.