Monday, May 5, 2025

ભારતીય સેનામાં જોડાવવા ઇચ્છતા મોરબીના યુવાનો માટે ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ શરૂ

Advertisement
Advertisement
Advertisement

દેશસેવા માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છતા યુવાનોને સઘન તાલીમનું પ્લેટફોર્મ પૂરું પાડતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબી : ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા માટે પોતાનું યોગદાન આપવા ઈચ્છતા મોરબીના યુવાનોને સઘન તાલીમનું યંગ ઇન્ડિયા ગ્રુપે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ભારતીય સેનામાં જોડાવવા ઇચ્છતા મોરબીના યુવાનો માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જો કે દૂર દૂરથી આવતા યુવાનો માટે રહેવા અને જમવાની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેથી દેશસેવા માટે લશ્કરમાં જોડાવવા ઈચ્છતા યુવાનોને ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પનો લાભ લેવાની અપીલ કરાઈ છે.

કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા આગામી દિવસોમાં લશ્કરી દળ, અર્ધ લશ્કરીદળ તેમજ લોકરક્ષક દળની ખૂબ મોટા પ્રમાણમાં ભરતી આવવાની હોવાથી મોરબી જિલ્લાના તમામ યુવકો અને યુવતીઓ યોગ્ય માહિતી અને માર્ગદર્શનના અભાવે વંચિત ન રહી જાય તેમજ ખૂબ મોટા પ્રમાણમા આ ભરતીમાં જોડાય અને રાષ્ટ્રસેવામાં પોતાનું યોગદાન આપે એ હેતુથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ ભરતી માટે ખુબજ આવશ્યક ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ તા.૨૨ ઓક્ટોબરથી શરૂ કરવા આવ્યો છે.

આ ટ્રેનિંગ કેમ્પમાં મોરબી જિલ્લાના તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના આશરે ૨૫૦ જેટલા યુવક યુવતીઓ ભાગ લઈ રહ્યા છે. જ્યારે દૂર ગામડેથી આવનાર યુવકો અને યુવતીઓ માટે ખાસ રહેવા તથા જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેન રબારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લશ્કરી દળ સહિતની ભરતી માટે ખુબજ આવશ્યક ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પ શરૂ થઈ ગયો છે. પણ હજુ યુવાનોને આ કેમ્પમાં જોડાવાની ઈચ્છા હોય તો તેઓ કાલે સવારે મોરબી કંડલા હાઇવે રામોજી મેદાનમાં પહોંચીને આ કેમ્પમાં જોડાઈ શકશે.

Related Articles

Total Website visit

1,502,755

TRENDING NOW