સીડીએસ બિપીન રાવત નું હેલિકોપ્ટર તમિલનાડુ ના કુનનુર માં ક્રેશ થયું
ભારતીય લશ્કરના વડા કહેવાતા સી ડી એસ બિપિન રાવત નું હેલિકોપ્ટર ક્રેશ થતા સેનામાં ફફડાટ મચી ગયો હતો જેમાં બિપિન રાવત સાથે તેમના પત્ની માધુલિકા રાવત તેમજ અન્ય અધિકારીઓ એમ કુલ ૧૪ લોકો સવાર હતા જેમાં મળતી માહિતી મુજબ ૪ અધિકારીઓના મૃતદેહ મળી આવ્યા હતા તેમજ અન્ય અધિકારીઓની શોધખોળ ચાલીરહી છે મળતી વિગત અનુસાર બિપીન રાવતની શોધખોળ ચાલી રહી છે તમિલનાડુના કુન્નુરમાં આ સમગ્ર ઘટના સર્જાય છે આ ઘટના ની જાણ થતા રક્ષામંત્રી રાજનાથસિંહ ચાલુ મિટિંગ છોડી ને સંસદ પહોચ્યા હતા. તેમજ રક્ષામંત્રી રાજનાથસિંહ એ સમગ્ર ઘટના પી.એમ. નરેન્દ્ર મોદી સાહેબ ને વિગતવાર જણાવી હતી.
