Saturday, June 20, 2026

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અનુ જાતિ દ્વારા જામખંભાળિયા ખાતે માતાશ્રી રમાબાઈ આંબેડકર જન્મજયંતી નિમિત્તે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચાના યશશ્વી અધ્યક્ષશ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબની સૂચના અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના માન. અધ્યક્ષશ્રી મયુરભાઈ ગઢવીજીના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમ દ્વારા વેદાંત મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ જામખંભાળિયા ખાતે માતાશ્રી રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા ૨૩૦ થી વધારે માતાઓ બહેનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું તેમજ ૮૫ જેટલી સગર્ભા બહેનોને પોષણયુક્ત આહારની કિટો આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ બંને મહામંત્રી યુવરાજસિંહ વાઢેર,ભરતભાઇ ગોજીયા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી જીતેન્દ્રભાઈ કણજારીયા,દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારીશ્રી કિરણભાઈ ગડણ,જીલ્લા ભાજપ મંત્રીશ્રી રાજુભાઇ સરસિયા, ધીરુભાઈ ટાકોદરા, ગીતાબેન માંગલીયા,પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ મકવાણા, મેડિકલ સેલના સંયોજકશ્રી ડૉ. અમિતભાઇ નકુમ, સહ-સંયોજકશ્રી યોગેશભાઈ રાયઠ્ઠઠા,મોરચાના બંને મહામંત્રીશ્રી કરસનભાઈ જોડ, દિનેશભાઈ મકવાણા,જામખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન શ્રીમતી રેખાબેન ખેતીયા, દંડક મયુરભાઈ ધોરીયા,દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપના સિનિયર આગેવાનશ્રી અશોકભાઈ કાનાણી,જામખંભાળિયા શહેર ભાજપ મહામંત્રીશ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, જીલ્લા અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખશ્રી રાહુલભાઇ બેરડીયા, શ્રીમતી આલીબેન ગેડિયા, શ્રીમતી રાણીબેન ચાવડા,કાર્યાલય મંત્રીશ્રી દેવેનભાઈ મકવાણા, કોષાઅધ્યક્ષશ્રી મનુદાદા માતંગ, ખંભાળિયા શહેર અનુ.જાતિ મોરચાના મહામંત્રીશ્રી પ્રવીણભાઈ જામજોડ, તાલુકા ઉપપ્રમુખશ્રી માલસીભાઈ જોડ, માનસિંગભાઈ ચાવડા, મંત્રીશ્રી હમીરભાઈ જોડ, મોરચાના પૂર્વ જીલ્લા પ્રમુખશ્રી હરેશભાઈ ડગરા, પૂર્વ તાલુકા પ્રમુખશ્રી નથુભાઈ ડોરૂ, પૂર્વ શહેર ઉપપ્રમુખશ્રી બાબુભાઇ ચાવડા, તાલુકા મોરચાના વરિષ્ઠ કાર્યકરોશ્રી ભાણાભાઈ અને સુનિલભાઈ તેમજ જીલ્લા મોરચાના આઈ.ટી ઇન્ચાર્જ બિપીનભાઈ ગોરડીયા તથા ચૂંટાયેલા હોદ્દેદારશ્રીઓ અને અનુ.જાતિ મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,790

TRENDING NOW