ભાણવડ નજીક ત્રિવેણી સંગમ નદીમાં ધુળેટી રમી ન્હાવા પડેલા પાંચ યુવકના મોત: ચાર બહેન વચ્ચે એકના એક ભાઈના મોતથી પરિવારમાં દુખનું આભ ફાટ્યું
ભાણવડ નજીક આવેલી ત્રિવેણી સંગમ નદીમાં આજે ધુળેટીનો તહેવાર ઉજવી પાંચ યુવકો નહાવા પડતા ડુબી ગયાની જાણના આધારે ફાયર વિભાગ દ્વારા ભારે જેહમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ મૃતકોની ઓળખ મેળવતા જીતભાઈ ભરતભાઈ કવા, હેમાંશુભાઈ ભરતભાઈ રાઠોડ, ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા, ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા, હિતાર્થે ગોસ્વામી બાવાજી નામના પાંચ યુવકોની ઓળખ થઈ હતી. એક સાથે પાંચ પાંચ યુવકોના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. જ્યારે હિતાર્થે ગોસ્વામી ચાર બહેન વચ્ચે એકના એક ભાઈ હોય અને ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. પરિવારમાં પુત્રના મોતથી આભ ફાટી પડ્યું છે.