Monday, March 9, 2026

બોગસ વારસાઈ આંબા મામલે બિન ખેડૂત ખાતેદારને 9.71 લાખનો દંડ ફટકાર્યો

Advertisement
Advertisement
Advertisement

બોગસ વારસાઈ આંબા મામલે બિન ખેડૂત ખાતેદારને 9.71 લાખનો દંડ ફટકાર્યો

મોરબી જિલ્લા બોગસ વારસાઈ આંબાના આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની ગયા હોય જે તેવી માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં કરેલ અને તેની તપાસ સી.આઇ.ડીની ટિમ કરી કરી રહ્યી છે અને આજ સુધી તે ગુનામાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવેલ છે તેવામાં કલેકટર કે. બી.ઝવેરી સમક્ષ બોગસ ખેડૂત ખાતેદારનો કેસ સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદા હેઠળ ચાલી ગયો હોય જેમાં હળવદ તાલુકાનાં ખોડ ગામની જમીન ખરીદનાર બિન ખેડૂત ખાતેદાર એક જ પરિવારના ચાર સભ્યોને જમીનમાંથી હાંકી કાઢવા માટે હુકમ કરવામાં આવેલ છે. તેમજ 9.71 લાખનો દંડ ફટકાર્યો છે

મોરબી કલેક્ટર કચેરીમાંથી મળતી માહિતી અનુસાર હળવદના મામલતદાર અને પ્રાંત અધિકારીએ કલેક્ટરમાં દરખાસ્ત કરવામાં આવેલ હતી કે, મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હંસાબેન ઉર્ફે હર્ષાબેન મહેશકુમાર રાવલ વા/ઓ મુકુંદરાય જોષી, અતુલકુમાર મુકુંદરાય જોષી, ભાવિકા મુકુંદરાય જોષી તથા ભાસ્કરભાઈ મુકુંદરાય જોષીએ હળવદ તાલુકાનાં ખોડ ગામે રેવન્યુ સર્વે નં.૨૨૯/ પૈકી ૧ ની હે.૦-૮૦-૯૪ની ખેતી કરી શકાય તેવી જમીનન ખરીદી કરી હતી અને તેની રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પણ કરવામાં આવેલ હતી જો કે, બોગસ વારસાઈ આંબાના આધારે હંસાબેનનું નામ ખેડૂત ખાતેદાર તરીકે મહેશભાઇ રાવલે તેની દીકરી તરીકે રેવન્યુ રેકર્ડમાં ઉમેર્યું હતુ અને ગણતરીના દિવસોમાં પોતાનો વારસાઈ હક્ક જતો કરીને ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું હતું જેના આધારે તેને હળવદ તાલુકાનાં ખોડ ગામે ખેતીની જમીનની ખરીદી કરી હતી અને તેના ત્રણ સંતાનોને વારસદાર તરીકે રેવન્યુ રેકર્ડમાં પણ નામ ઉમેર્યા હતા

જો કે, આ બાબતે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા મહેશભાઇ રાવલ તેમજ બોગસ સોગદનામાં અને વારસાઈ આંબા આધારે ખેડૂત બનેલ સહિતનાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે અને તેની તપાસ હાલમાં સી.આઇ.ડી ક્રાઇમ રાજકોટના પી.આઇ જાડેજા કરી રહ્યા હોય . તેવામાં સામેવાળા હંસાબેન દ્વારા બિનખેડુત દરજજે ખેતીની જમીનની ખરીદી કરવામાં આવેલ હતી અને તેમના વારસદાર તરીકે સામાવાળા અતુલકુમાર મુકુંદરાય જોષી, ભાવિકા મુકુંદરાય જોષી તથા ભાસ્કરભાઈ મુકુંદરાય જોષીના નામા રેવન્યુ રેકર્ડમાં ઉમેવારમાં આવ્યા હતા જેને બિનખેડુત જાહેર કરવાનું કલેકટરે તેના હુકમમાં ઠરાવ્યું હતું અને સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949 ની કલમ- 54 નો ભંગ કરી વેચાણ વ્યવહાર સદરહુ સર્વે નં. 229/ પૈકી 1 વાળી જમીનમાં સામાવાળાઓએ બિનખેડૂત દરજજે કર્યો હતો અને જમીનની ખરીદી કરી હતી.

જે વેચાણ વ્યવહાર સૌરાષ્ટ ઘરખેડ વટહુકમ-1949 ની કલમ- 75 (એ) (1) થી મળેલ અધિકારની રૂએ કલેકટર દ્વારા ગેરકાયદેસર ઠરાવવામાં આવેલ છે અને તે અંગેની હકકપત્રકે દાખલ થયેલ નોંધ નં. 918 તથા 927 અયોગ્ય ઠરાવવામાં આવે છે અને અધિનિયમ પ્રમાણેના વટહુકમની કલમ-75 (એ)(2) મુજબ સર્વે નં. 229/પૈકી 1 વાળી જમીન કે જે બિનપિયત પ્રકારની આવેલ હોવાથી સદરહુ બિનપિયત જમીનના પ્રવર્તમાન જંત્રીના પ્રતિ ચો.મી. રૂા.20 /- પ્રમાણે હાલની સરકારની પ્રવર્તમાન સૂચના મુજબ તા.15/4/23 થી બમણી જંત્રી ગણતરીમાં લેતાં તે મુજબની રકમ રૂા. 40/-પ્રમાણે હાલની જમીન હૈ.0-80-94 (એટલે કે ચો.મી. 8094.00) ની કુલ રકમ રૂ|.3,23,760/- ની થાય છે, તે મુજબની સદરહુ અધિનિયમની જોગવાઇ અનુસાર ત્રણ ગણી રકમ રૂા.9,71,280 દંડ કરવાનો હુકમ કર્યો છે.

તેમજ અધિનિયમના વટહુકમની કલમ-75 (ગ) અનુસાર સવાલવાળી જમીનમાંથી હાલના સામાવાળાઓને સંક્ષિપ્ત રીતે દુર કરીને સવાલવાળી જમીન બોજા રહિત રાજયસાત કરવાનો હુકમ કલેક્ટરે કર્યો છે. અને હળવદના મામલતદારને 30 દિવસમાં હુકમની અમલવારી કરવી અને તેનો અહેવાલ રજુ કરવા માટેનો આદેશ પણ કર્યો છે. અને સામાવાળાઓ તરફથી આ જીલ્લામાં અન્ય કોઇ જગ્યાએ ખેતીની જમીન વેચાણ રૂએ ખરીદ કરેલ હોય તો તે અંગેની ધોરણસરની દરખાસ્ત સાધનિક કાગળો સહ મોકલી આપવા માટે અધિકારીને સૂચના દેવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW