Monday, June 8, 2026

બેલા ગામ નજીક લોર્ડ્સ ઇકો ઈન માં ચાલતા જુગારધામ પર પોલીસની લાલ આંખ.

Advertisement
Advertisement
Advertisement

બેલા ગામ નજીક લોર્ડ્સ ઇકો ઈન માં ચાલતા જુગારધામ પર પોલીસની લાલ આંખ.

મોરબી તાલુકાના બેલા ગામની સીમ, મોરબી-જેતપર રોડ, લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ ભાડેથી રાખી જુગાર રમતા આઠ ઇસમોને માતબર રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, મોરબી-જેતપર રોડ, લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતા આઠ ઇસમો સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી, ચેતનભાઇ કલ્યાણજીભાઇ દેત્રોજા, પિયુષભાઇ જશમતભાઇ કગથળા, હરેશભાઇ રામજીભાઇ દેત્રોજા, ધર્મેન્દ્રભાઇ ભાણજીભાઇ પાંચોટીયા, રસીકભાઇ અમરશીભાઇ ચાડમીયા, લાલજીભાઇ ભગવાનજીભાઇ કડીવાર, દિપેશભાઇ ધનસુખભાઇ કાવર રહે. તમામ રવાપર રોડ, મોરબીવાળાને રોકડ રકમ રૂ.૮.૬૫,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,607,902

TRENDING NOW