બીપોરજોય વાવાઝોડાને લઈ નેજુના ઘાટીલા ગામેથી 300 જેટલા ખેત મજૂરોનું સ્થળાંતર કરવામાં આવી.
બીપોરજોય વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ વળી રહ્યું હોય ત્યારે દરિયા કિનારા પાસે રહેતા લોકોનું સ્થળાંતર તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે ઉપરાંત અન્ય સેવાકીય લોકો પણ સ્થળાંતરના કાર્યોમાં જોડાઈ ગયા છે ત્યારે જુના ઘાટીલા ગામેથી 300 જેટલા ખેત મજૂરોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં મોરબી માળિયા વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.



જુના ઘાટીલા ગામેથી 300 જેટલા ખેત મજૂરોનું બીપોરજોય વાવાઝોડાને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા એ રૂબરૂ મુલાકાત લઇ અને સાથે ગામના આગેવાન એવા સરપંચ ઉમેશભાઈ, મહામંત્રી નીકુંજભાઈ, કિશનભાઇ દેત્રોજા અને આખી યુવા ટીમ જોડે ચર્ચા વિચારણા કરી હતી ઉપરાંત વાવાઝોડા દરમિયાન કોઈપણ બનાવ બને તો લોકોની વારે આવવાની તૈયારી પણ દર્શાવી હતી.





