Saturday, March 14, 2026

બાગાયતી ખેડૂતોને ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ / ગ્રેડીંગના સાધનો માટે સહાય અપાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટુલ્સ, ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ) માટે સરકારના બાગાયત ખાતા દ્વ્રારા નિયમોનુસાર મોટા ખાતેદાર હોયતો વજનકાંટા, પ્લાસ્ટીક ક્રેટ્સ અને તાડપત્રી સામાન્ય લાભાર્થી ખેડૂતને ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૨,૫૦૦/- નીમર્યાદામાં સહાય મળવાપાત્ર છે

આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૨૦ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,595,818

TRENDING NOW