બંગાવડી ગામે ૨૭ વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી 27 વર્ષીય યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જે બાબતે પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી પાયલબેન દિનેશભાઇ દેત્રોજા ઉ.27 નામની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.