ફેસબુકમાં હથિયાર સાથે પોસ્ટ મૂકનાર શખ્શ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી.
મોરબીના લાતી પ્લોટમાં રહેતા યુવક પાસે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઈરાદાથી હથીયાર સાથે ફોટા પાડી પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરનાર યુવક તથા આરોપીની લાયન્સ વાળી બારબોરની બંદુક છે તે લાયન્સ ન ધરાવનાર યુવકને આપી શરત ભંગ કરતા પરવાના ધારક એમ બંને વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સોશિયલ મીડીયા દ્વારા હથીયારના ફોટા પોસ્ટ કરી કરી સમાજમા ભય ફેલાવનારા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એ.એસ.આઇ તથા પોલીસ કોન્સ્ટેબલને મળેલ બાતમી આધારે ફેસબુક એકાઉન્ટની પ્રોફાઇલ પીકચરમા આરોપી રફીકભાઇ જુસબભાઇ મોવર રહે. મોરબી લાતીપ્લોટ શેરીનં.૧૧ ના ખુણે તા.જી. મોરબી વાળાએ હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી આરોપી પાસેથી અપલોડ કરેલ મોબાઇલ કબ્જે કરવામા આવેલ તેમજ આરોપી અલીમામદભાઇ જુમાભાઇ ચાવડા રહે. જુનીમાર્કેટ પાછળ કબ્રસ્તાનજીક અંજાર વાળાએ પરવાના વાળુ હથીયાર અન્યને આપી મદદગારી કરેલ હોય જેથી બંને ઇસમો વીરુધ્ધ આમ્સ એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.