Friday, May 9, 2025

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે દાતાઓ ના સહયોગ થી ટીબી ના દર્દીઓ ને ન્યુટ્રીશીયન કીટ નું વિતરણ કરવા માં આવ્યું…

Advertisement
Advertisement
Advertisement

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે દાતાઓ ના સહયોગ થી ટીબી ના દર્દીઓ ને ન્યુટ્રીશીયન કીટ નું વિતરણ કરવા માં આવ્યું…

આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપર ખાતે પ્રધાનમંત્રીશ્રી ના માનવતા માટે ના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટે ના અભિયાન અંતર્ગત પ્રા.આ.કે. લાલપર ખાતે શરૂ હોય એવા ટી.બી. ના ૪૦ જેટલા દર્દીઓ ને દવા સાથે સારો આહાર મળે એ હેતુસર વિવિધ દાતાઓ ના સહયોગ થી ન્યુટ્રીશિયન કિટ નું વિતરણ કરવા માં આવ્યું હતું.
જેમા દાતાઓ તરીકે અરવિંદભાઈ વાંસદડિયા, રમેશભાઈ વાંસદડીયા, કમલેશભાઈ વિલપરા, રમેશભાઈ આદ્રોજા, વિપુલભાઈ પટેલ તેમજ લાલપર ગામ ના વિવિધ આગેવાનો અને ગ્રામ પંચાયત ના સભ્યો દ્વારા આ કીટ આપવા માં આવેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ, પિયુષભાઇ જોશી, અંકિતભાઈ પરમાર સહિત ના તમામ સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય કર્મચારી એવા દિલીપ દલસાણીયા દ્વારા કરવા માં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,831

TRENDING NOW