દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ 25/ 2/ 2024 ના રોજ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી કાર્યક્રમમાં પધારવાના છે જે અંતર્ગત દ્વારકા જિલ્લાની આગવી ઓળખ સમા ભગવાન શ્રીકૃષ્ણની થીમ પર કાનુડા ઉત્સવ તારીખ 22/ 02/ 24 ના રોજ કરવામાં આવેલ છે અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય થયેલ છે. દેવભૂમિ દ્વારકા ના જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રીના સંયુક્ત માર્ગદર્શન અને સૂચનોથી દ્વારકા નગરપાલિકા અને બેટ ની આંગણવાડીના તમામ બાળકોને પોષણયુક્ત લાડુ પ્રસાદ રૂપે આપેલ છે અને દરેક આંગણવાડી દીઠ કાનુડા વેશભૂષા પ્રતિયોગીતામાં વિજેતા થયેલા બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ છે અને સેજા કક્ષાએ પણ ઇનામ આપવામાં આવેલ છે .










