યોજનાનો લાભ લેવા પુરવઠા અધિકારીનો અનુરોધ
મોરબી: ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮/૨૦૨૧ ના રોજ સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” નું અમલીકરણ શરૂ કરાયેલ છે.
રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર રાજ્યને “કેરોસીન મુકત” કરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ આ માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના-૨.૦” અંતર્ગત મોરબી જિલ્લાના એ.એ.વાય. તથા બી.પી.એલ. કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલ.પી.જી. ગેસ કનેકશનનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમની નજીકની ગેસ એજન્સીમાં વહેલા તે પહેલાના ધોરણે જમા કરાવવા અને મોરબી જિલ્લાને “કેરોસીન મુકત” જિલ્લો બનાવવા માટે ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપાપરાએ અનુરોધ કર્યો છે.





