મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં પટેલ શોપિંગ સેન્ટરમાં દુકાન નં. 118 અને 119માં આવેલ માહી ચોલી સેન્ટર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીના લગ્ન માટે ચણીયા ચોલીનું ભાડું લેવામાં નહી આવે તેવી સંવેદનશીલ જાહેરાત કરવામાં આવી છે.
માહી ચોલી સેન્ટરમાં ગરબા અને મંડપ મુહૂર્ત માટે ચણીયા ચોલી ભાડે આપવામાં છે. અહીં એકથી એક ચડિયાતા આકર્ષક ચણીયા ચોલીની વેરાયટી પણ ઉપલબ્ધ છે. માહી ચોલી સેન્ટરના કલ્પેશભાઇ વજીભાઇ છત્રોલાએ જણાવ્યું હતું કે, જે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી હોય તે દીકરીના લગ્ન માટે ચણિયા ચોલીનું ભાડું લેવામાં આવશે નહિ. વધુ વિગત માટે મો.નં. 98794 92654 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.