Monday, March 9, 2026

પાટીયા ગ્રુપ હળવદ દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોપડા વિતરણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી હળવદ)

હળવદ: કોરોના મહામારી પછી જનજીવન વ્યવસ્થિત શરૂ થઈ ગયું છે. ત્યારે હાલ ધીમે ધીમે શાળાઓ સ્કૂલ કોલેજ પણ હવે શરૂ થઈ ગઈ છે. ત્યારે હાલ કોરોનાના કારણે લોકોની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી બની ગઈ છે.

જેથી હળવદ પાટીયા ગ્રુપ તેઓના બાળકોના અભ્યાસ માટે ચોપડા વિતરણ કરી રહ્યું છે. ત્યારે તેનો લાભ નાનામાં નાના વિદ્યાર્થીને મળેએ હેતુથી હળવદ પાટીયા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના સભ્ય ધર્મેશભાઈ શાહ,જયેશભાઈ પટેલ, વિપુલભાઈ દવે, હિતેશભાઈ ઠક્કર, કમલેશભાઈ પ્રજાપતિ, પ્રેમજીભાઈ દલવાડી તેમજ ગ્રૂપના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW