(અહેવાલ : ભવિષ જોષી હળવદ)
હળવદ: પાટીયા ગ્રુપ દ્વારા હળવદ ખાતે એક સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હળવદની દિકરી હરાબેન યશપાલભાઈ રાવલ એ. શિવાજી મહારાજનું આબેહૂબ રેખાંકીત ચિત્ર બનાવેલ તેમની ધગશ અને ભવિષ્યમાં એક સારા ચિત્રકાર બની રહે તે બદલ તેમનું સન્માન નિવૃત ફૌજી કરશનભાઇ દલવાડી દ્વારા કરવામાં આવ્યું અને પાટીયા ગ્રુપ દ્વારા કરવામાં આવતા અનેક કાર્યક્રમમાં નિઃસ્વાર્થ સેવા આપતા દરેક કાર્યકરનું પણ સન્નમાન કરેલ હતું. જેમાં એનાઉન્સર રાજુભાઇ દવે, મયુરભાઈ મહેતા, દેવાભાઈ પીપરોત્તર નરેન્દ્રભાઈ વોરા, સંજયભાઈ આશર,અલ્પેશ ભાઈ પાટડીયા અને ઓમભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિ બદલ એક મોમેન્ટો આપીને સ્વાગત અને સન્માન કરેલ હતું.

