પત્ની સાથે ઝઘડો થતા યુવકે મચ્છુ બે ડેમમાં ઝંપલાવ્યું.
મોરબીના મકનસર ગામે રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના યુવકે પત્ની સાથે ઝઘડો થતાં લાગી આવતા મચ્છુ બે ડેમમાં જઈ આત્મહત્યા કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું ત્યારે આ બાબતે હાલ પોલીસ દ્વારા મૃત્યુનોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના રહેવાસી અશોકભાઈ વિનોદભાઈ ત્રિવેદી ઉ.37 નામના યુવાનને પોતાના ઘેર પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતા રિસાઈને પોતાનું બાઈક લઈને નીકળી ગયા હતા. બાદમાં મકનસર પોલીસ હેડ કવાટર્સ પાછળ ખુલ્લા પટ્ટમાં બાઈક મૂકી અશોકભાઈએ મચ્છુ – 2 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





