મોરબી ના વતની રાજુભાઇ બચુભાઇ ચૌહાણ નું હાર્ટએટેક થી મૃત્યુ થતા તેણે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસેથી મકાન લોન લીધેલી તેમના મૃત્યુ પછી તેમના પત્ની વહીદાબેન ચૌહાણ વીમા કંપની આઇ.સી.આઇ.સી લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ માં તમામ કાગળો રજુ કરેલ પણ વીમા કંપનીએ વીમાની રકમ ચુકવવાની ના પાડતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલત માં જતાં કોર્ટ વહીદાબેન ને ૭,૦૦,૦૦૦/ સાત લાખ અને પાંચ હજાર ખર્ચના તા.:-૨૦/૨/૨૦૨૩ થી ૬ ટકા લેખે ચુકવવાનો આદેશ કરેલ છે.
કેઇસની વિગત એવી છે કે મોરબીના વતની રાજુભાઇ બચુભાઇ ચૌહાણે મકાન લેવા માટે મોતીલાલ ઓસવાલ હોમ ફાઇન્સ લી. પાસે થી રૂપિયા સાત લાખની લોન લીધેલ મકાન નો વીમો આઇ.સી.આઇ.સી. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ નો હતો હવે રાજુભાઇ નુ મૃત્યુ તા.ઃ-૨૬/૧૦/૨૧ નાં રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થતાં મરનાર નાં ધર્મ પત્ની વહીદાબેને તમામ કાગળો વીમા કંપનીને આપેલ પરંતુ વીમા કંપની એ એવુ કારણ આપેલ કે હાર્ટ એટેક થી મૃત્યુ થાય તો વીમો મળે નહી આવુ કારણ આપી ગ્રાહકને અન્યાય કર્યા વહીદાબેન મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલત માં જતાં કોર્ટ એવુ જણાવેલ કે વીમાની પોલીસી ચાલુ હતી વીમા ગ્રાહક નુ મૃત્યુ થાય એટલે વીમા કંપનીએ રકમ ચુકવવી જોઇએ અને આઇ.સી.આઇ.સી. લોમ્બર્ડ વીમા કંપનીને વહીદાબેન ને રૂપિયા સાત લાખ પાંચ હજાર ૬ ટકાના વ્યાજ સાથે તા.ઃ-૨૦/૨/૨૩ થી ચુકવવાનો હુકમ કરેલ છે વીમા કંપની વીમો લેવામાં ઘરે ધકકાખાય છે પરંતુ ચુકવવાનુ હોય ત્યારે એક બીજા કારણો સર વીમો ચુકવવાની ના પાડે છે ગ્રાહકે પોતાના હક માટે લડવુ જોઇએ કોઇપણ ગ્રાહને અન્યાય થાય તો સંપર્ક કરો પ્રમુખશ્રી લાલજીભાઇ મહેતા-મો. : ૯૮૨૫૭ ૯૦૪૧૨, બળવંતભાઇ ભટ્ટ-ઉપપ્રમુખ મો. :૯૩૨૭૪ ૯૯૧૮૫, મંત્રી રામભાઇ મહેતા- મો. : ૯૯૦૪૭ ૯૮૦૪૮ સંપર્ક કરવો.