પંજાબના ઉર્જા મંત્રી હરભજનસિંઘ મોરબીની મુલાકાતે , પાયાના પ્રશ્નો વિશે મેળવી જાણકારી

મોરબી: પંજાબના ઉર્જા મંત્રી હરભજનસિંઘ આજે મોરબીની મુલાકાતે પધાર્યા હતા તે દરમ્યાન તેમને મોરબી જિલ્લાના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. અને મોરબીના પાયાના પ્રશ્નો વિશે જાણકારી મેળવી હતી.

પંજાબના pwd તેમજ ઊર્જા મંત્રી હરભજનસિંઘ eto મોરબી મુકામે પધાર્યા હતા ત્યારે મોરબી જિલ્લામા વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં મોરબીના પાયાના પ્રશ્નો વિશે જાણકારી મેળવી હતી. તેમજ સિરામિક ઉદ્યોગ વિશે પણ ચર્ચા કરી તેમજ ફેક્ટરીની રૂબરૂ મુલાકાત કરી સિરામિક પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી હતી ત્યારે કચ્છ લોકસભા ઉપપ્રમુખ પંકજ રાણસરિયા ઇલેક્શન કો ઓર્ડીનેટર રાજેશ કાલરીયા સંગઠન મંત્રી રાજુભાઈ હરણીયા કેતનભાઈ ધમસાનીયા વગેરે હાજર રહ્યા હતા.


