મોરબીના પંચાસર રોડ શીવમ હોલ સામે ઈંગ્લીશ દારૂની ૭ બોટલ સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ શીવમ હોલ સામે આરોપી કોજસિંહ ઉર્ફે કવરાજ કિશનસિંહ ભાટી (રહે. આનંદનગર, કંડલા બાયપાસ રોડ. મોરબી) તથા નરેન્દ્રસિંહ દોલતસિંહ તવર (રહે. દલવાડી હોટલ પાસે, ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ) નેં મોરબી સીટી એ ડીવીઝન પોલીસે રેઇડ દરમ્યાન ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭ ( કિં.રૂ. ૫૯૫૦) ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.