(અહેવાલ: જયેશ બોખાણી)
મોરબી તાલુકાના નારણકા ગામે સમસ્ત મેરજા પરિવારનો 17મો વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
નારણકા ગામે સમસ્ત મેરજા પરિવાર દ્વારા પરંપરા મુજબ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ યોજાઇ છે. જેમાં આગામી તા.11 ના રોજ બહુચરાજી માતાજી મંદિર નારણકા ખાતે 17 મો પાટોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. આ પાટોત્સવમાં તા.10 ના સાંજે 7 કલાકે શોભાયાત્રા, રાત્રે 10 કલાકે રાસ ગરબા, તા.11 ને ગુરૂવારના મહાયજ્ઞ, બપોરે 2 કલાકે બીડું હોમવામાં આવશે. આ તકે યજ્ઞના યજમાન તરીકે સન્નીભાઈ બ્રિજેશભાઈ મેરજા, રીન્કુબેન સન્નીભાઈ મેરજા તથા ચેતનભાઇ દેવકરણભાઈ મેરજા, હિરલબેન ચેતનભાઇ મેરજા બિરાજમાન થશે.