Friday, March 13, 2026

નારણકા ગામની ખેતીવાડી લાઇટ 6 દિવસથી અનિયમિત: ખેડૂતો ચિંતિત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નારણકા ગામે વીજપુરવઠો અનિયમીત મળતો હોવાથી ખેડૂતો ચિંતિત થયા છે. અને વીજ અધિકારી તરફથી પણ કોઈ જવાબ ન મળતો હોવાની નારણકા ગ્રામ પંચાયત મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઈ મેરજા દ્વારા કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

તેમણે લેખિત રજુઆતમાં જણાવાયું હતું કે, મોરબી તાલુકાના નારણકા ગામની ખેતીવાડી વિસ્તારમાં ખેવાળીયા ફીડરથી વીજપુરવઠો આવે છે. અને છેલ્લા 6 દિવસથી ખેતીવાડી લાઇટ અનિયમિત છે માત્ર એક જ કલાક આવે છે. બાકી લાઇટ હોતી નથી. જેથી અમારા ખેતરના પાકમાં પાણી આપી શકાતું નથી. અને પાકને નુક્શાન થઈ રહ્યું છે. હાલ અમારા ગ્રામના ખેડૂતોએ મગફળી, કપાસ વિગેરે પાકનું વાવેતર કરી દિધેલ છે. અને અવાર નવાર આવા પ્રશ્નો રહે છે. લાઈટના હિસાબે પૂરતું પાણી નહીં મળે તો અમારી મહેનત અને પૈસા પાણીમાં જશે. અને પાક નિષ્ફળ જશે.

વધુમાં મહિલા સંરપંચે રજુઆતમાં ઉમેર્યું હતું કે, લાઇટ બંધ થતા કચેરીને જાણ કરતા યોગ્ય સહકાર મળતો નથી તથા કોઈ ફોન ઉપાડતું નથી અને વારંવાર એક જ વસ્તુ કેવામાં આવે છે કે ફોલ્ટમાં છે (કેવો ફોલ્ટ, ક્યાં ફોલ્ટ ક્યા કારણે આવુ થઈ રહ્યું છે, કસું કેવામાં આવતું નથી) યોગ્ય જવાબ પણ મળતો નથી. આથી જો અમારો પાક નિષ્ફળ જશે તો કોની જવાબદારી ગણવી..? આથી રજુઆતને ધ્યાને લઈને કાર્યવાહી કરવા માંગ કરી છે.

Related Articles

Total Website visit

1,595,562

TRENDING NOW