Tuesday, May 6, 2025

” નહિં વાદ નહીં વિવાદ” સુત્રને ખરા અર્થમાં સાબિત કરી પંકજભાઈ રાણસરીયાએ હડમતિયા ગામને “સમરસ” બનાવ્યું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: રમેશ ખાખરીયા) ટંકારા તાલુકાનુ હડમતિયા ગામ એટલે રાજકારણનું એપી સેન્ટર આ ગામમાં તમામ સમાજ કડવા-લેઉવા પાટીદાર, ઠાકોર, રબારી-ભરવાડ, રાજપુત, દલિત, મુસ્લિમ જ્ઞાતિઓ વસવાટ કરે છે એટલે સર્વજ્ઞાતિને સાથે રાખી ચાલવું તે ગ્રામપંચાયતના સરપંચ માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. પણ આજસુધી ક્યારેય ન બન્યું હોય તેમ મુળ વતન હડમતિયાના રહીશ મોરબી રહેતા યુવા ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના વતન પ્રત્યે લાગણીઓ દર્શાવી “નહીં વાદ નહીં વિવાદ” સુત્રના વિચારોને ગામજનો સમક્ષ મુકવા જાહેર ગ્રામસભાનુ આયોજન કરી “સામાન્ય સ્ત્રી સીટ” પર પોતાના ઘર્મપત્ની સોનલબેન રાણસરીયાને સરપંચપદે પ્રમોટ કરતો પ્રસ્તાવ મુક્તા સર્વજ્ઞાતિજનો થોડીવાર તો અચંબિત થઈ ગયા હતા કે પોતાનો કરોડોનો બિઝનેસ છોડી સરપંચની ઉમેદવારી કરવા કોઈ આવે..? પણ કોરોનાના કપરા કાળમાં મોરબી જીલ્લામાં સેવાકીય પ્રવૃતિઓમાં ચર્ચિત બન્યા હતા અને પોતાના ગામમાં પણ રેપિડ ટેસ્ટ તેમજ અન્ય જરુર જણાય તો સહાય કરવા વચનબદ્ધ રહ્યા હતા. હડમતિયા ગામ સરપંચ-ઉપસરપંચ, વોર્ડના તમામ સદસ્યો રાજકીય રંગ આપ્યા વિના જ બિનહરીફ નિયુક્ત થતાં હડમતીયા ગ્રામ પંચાયત “સમરસ” જાહેર થઇ હતી આમ ગામની સર્વે જ્ઞાતિજનોને એક તાંતણે બાંધી રાખવાની નેમ પુર્ણ થતાં પંકજભાઈ રાણસરીયાએ સૌનો આભાર માન્યો હતો. હડમતિયા ગ્રામ પંચાયત “સમરસ” બનાવવાના વડિલોની મુખ્ય ભુમિકા હોવાથી તમામનો પંકજભાઈ રાણસરીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,785

TRENDING NOW