માળીયાના નવલખી બંદરે 2 ઈસમોએ ટ્રકમાં લાખોનો કોલસો ભરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકમાં નોંધાઈ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જામનગરના વિજયનગર જકાતનાકા પાસે રહેતા અને હાલ મોટા દહીસરા ધર્મેન્દ્રભાઇના મકાનમા રહેતા અનીલભાઇ વશરામભાઇ સવાણી રાજગોર બ્રામણ (26)એ ટ્રક નં. જીજે 36 ટી 5191 ના ડ્રાઇવર જયપ્રકાશ મુનાલાલ રહે. ઇમલીયા તાલુકો ભીંડ (મધ્યપ્રદેશ) હાલ મોરબી તથા રાજભાઇ પટેલ રહે. મોરબી સામે માળીયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે
જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓ ટ્રક નંબરGJ-02-xx-3023 વાળીનો આઉટ ગેટપાસ હોવાનુ જાણતા હોવા છતા કોઇપણ રીતે આઉટ ગેટ પાસ જમા કરાવેલ આઉટ ગેટપાસ મેળવીને ટ્રક નં-GJ-36-T-5191 વાળીમા કોલસો ભરી લઇ જવા માટે અગાઉ થી ગુનાહીત કાવતરુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના હેતુથી આઉટ ગેટપાસ પોતાના હવાલાવાળી ટ્રક નં-GJ-36-T-5191 માટે ખોટો હોવાનુ જાણતા હોવા છતા ખરા તરીકે ઉપયોગ કરી ટ્રકમા કોલસો આશરે ૩૫ ટન કિ.રૂ.૩,૧૫,૦૦૦/- નો ભરીને ટ્રક નં-GJ-36-T-5191 છળકપટ પુર્વક મેળવી છેતરપીંડી કરી છે.
જે મામલે માળીયા પોલીસે ગુન્હો આઇ.પી.સી કલમ ૪૬૫,૪૭૧,૪૨૦,૧૨૦બી,૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.