નવરંગ નેચરલ ક્લબ અને વિ.ડી. બાલા દ્વારા બાળકોના કુમળા માણસમાં પ્રકૃતિ અને પ્રવૃત્તિના બીજ રોપાવાનો પ્રયાસ
મોરબી: નવરંગ નેચર કલબ અને વી. ડી. બાલા નવા વર્ષમાં કઈ નવું કરવા જઈ રહ્યા છે , અને નવા વિશે થોડું ટૂંકમાં કહી દઉં તો !
વાંચો , વાત જાણે એમ છે કે આપણે મોટા મોટા સમિયાણામાં ધાર્મિક સપ્તાહના આયોજનો ખૂબ કર્યા અને એ દરેક સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી બોલતા વક્તાનો કથા સાર એ હોય કે , ‘ ભાઈ , “માણસ થાવ”
અને આ કથા સાંભળનાર હોય કોણ ? મોટાભાગના વૃદ્ધ જ હોય એકની એક કથા સાત સાત દિવસ સુધી હજારો વાર સાંભળ્યા પછી પણ જો સમાજ લાંબો કઈ ફેર ન પડતો હોય તો !
તો જુદી દિશામાં વિચારવું જોઈએ અને આ જુદી દિશા એટલે “બાળ સપ્તાહ” આ નોખી અને અનોખા સપ્તાહમાં વૃધોને નહીં પણ બાળકોને જ આવવાનું છે અને સાત દિવસ પ્રકૃતિની વચ્ચે રહી પ્રવૃત્તિમયી જીવન જીવવાના ફાયદા વિશે જોવા જાણવા અને સાંભળવાનું છે. સાથે ગીત સંગીત , નાટક , રમત ગમ્મત પણ ખરી.
બાળકોના કુમળા માણસ માં પ્રકૃતિ અને પ્રવૃત્તિના બીજ રોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે…તો તમે પણ આવો આપણે સાથે મળી એક નવતર અભિગમને આત્મસાત કરીએ આમંત્રણ ઉપર આપ્યું છે ક્યાં અને ક્યારે આવવાનું એ પણ લખેલ છે.