Thursday, May 1, 2025

ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ. ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી. 

Advertisement
Advertisement
Advertisement

ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ. ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા મળી.

ધી બોટાદ પીપલ્સ કો. ઓપ. ક્રેડીટ સોસાયટી લિ.ની તેત્રીસમી વાર્ષિક સાધારણ સભા ગત તા.૦૧-૦૯-૨૦૨૪ના રોજ સોસાયટીના ચેરપર્સન શ્રી જયશ્રીબેન વડોદરિયાના અધ્યક્ષસ્થાને સભાસદોની હાજરીમાં મળેલી.

સોસાયટીના મેનેજર વિરેન્દ્રસિંહ ભાટીએ સભામાં કાર્યસૂચિ મુજબના ઠરાવો રજૂ કર્યા હતા જેને સાધારણ સભાએ બહાલી આપી હતી.

વાર્ષિક સાધારણ સભામાં સોસાયટીના પૂર્વ ચેરમેન અને હાલ ડિરેક્ટર ડો.શ્રી વેણીભાઇ જોષીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ.

સોસાયટીના ચેરપર્સન શ્રી જયશ્રીબેન વડોદરિયાએ ખાસ જાહેરાત કરેલ રૂ.૫૦,૦૦૦/- ની લોન માત્ર ૧૦ ટકા વ્યાજ અને સ્ટેમ્પ ફી તથા નો ડ્યૂ વગર સભાસદોને આપવામાં આવશે. સ્થાવર મિલકત સામે રૂ. ૨૦ લાખની લોન માત્ર ૧૧.૯૦ ટકાના વ્યાજ દરે અને ગોલ્ડ લોન ૯.૫ ટકાના વ્યાજદરે આપવામાં આવશે. સોસાયટીની સેવાઓનો લાભ લઈ સક્રિય સભાસદ બનવા માટે અનુરોધ કરેલ.

સોસાયટીએ શેર ભંડોળ રૂ. ૭૯.૨૪ લાખ, થાપણો રૂ. ૪૩૨ લાખ તથા રિઝર્વ ત્થા અન્ય ફંડો મળીને કુલ રૂ.413 લાખની સામે રૂ. ૮૬૦ લાખનું ધિરાણ આપેલ છે. ચોખ્ખો નફો રૂ.૬૨.૭૦ લાખ થયેલ છે. અને નેટ એન. પી. એ. ૦ % છે. સભાસદોને શેર ડિવિડંડ પરંપરા મુજબ ૧૫% આપવાનું નક્કી કરેલ છે.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW